ડીઝીટલ વોટર આઈડી - કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું ?

નમસ્તે મિત્રો, તમને ખબર જ હશે કે મતદાન આઇડી કાર્ડ (Voter ID) ભારતના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજમાનું એક છે. મતદાન સિવાય ઘણાં બધાં કાર્યોએ મતદાન આઈડી કાર્ડની જરૂર પડે છે અને એડ્રેસ પ્રુફ તરીકે આ એક મહત્વપૂર્ણ ID છે. 

કોઇ વખત તમારું Voter ID ખોવાય જાય છે કે પછી કઈક તાત્કાલિક જરૂર પડે ત્યારે તમે ડીઝીટલ વોટર આઈડી ડાઉનલોડ કરી શકો છો. જો તમારું Voter ID ક્યાંક પડી ગયું છે અથવા ખોવાય ગયું છે તો તમે ડીઝીટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. 

જો તમે નવું બનાવવાનું વિચારો તો આ કામ માં સમય લાગે છે પણ ડીઝીટલ વોટર આઈડી કાર્ડ તમે તમારા મોબાઈલ ફોન દ્વારા ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો જાણીએ ડીઝીટલ વોટર આઈડી ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ.

How to Download Digital Voter ID Card? : ડીઝીટલ વોટર આઈડી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું?

  • સૌપ્રથમ તમારે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ https://voterportal.eci.gov.in પર જાઓ.
  • વેબસાઈટ ખોલ્યા પછી મતદાન સેવા પોર્ટલ (NVSP) લોગ ઇન પેજ પર જાઓ. આ માટે તમારું એકાઉન્ટ હોવું જરૂરી છે જો તમારી પાસે એકાઉન્ટ નથી તો તમે તમારા ઇ મેઈલ આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા નવું એકાઉન્ટ બનાવી શકો છો.
  • એકાઉન્ટ બનાવ્યા પછી તમારી પાસે કેટલીક વિગતો માગવમાં આવશે આ વિગતો દાખલ કરીને લોગ ઇન કરો.
  • લોગ ઇન કર્યા પછી e-EPIC ડાઉનલોડ કરવાનો વિકલ્પ તમારી સામે દેખાશે.
  • તમે ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમારું ડીઝીટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ થઈ જશે.


e-Epic Card Download Link  : View Here

Voter Card New Website Link  : View Here

Voter card Search Link  : View Here

Voter Portal Application Link (Android)  : View Here

Voter Portal Application Link (ios)  : View Here


મિત્રો , હવે તમને ઉપરની માહિતી ઉપરથી ડીઝીટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની માહિતી વિશે ખ્યાલ આવી ગયો હશે. જો તમને પોસ્ટ સારી લાગી હોય તો શેર કરો.    

Post a Comment

1 Comments